શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી
શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી
છાત્રાલય વિશે

છાત્રાલય વિશે

-૧૯૧૯ માં લીંબડી સ્ટેટ તરફથી છાત્રાલય માટે આખુ મકાન તથા સાથેની તમામ સગવડો ઉભી કરીને ૨૬/૦૨/ ૧૯૧૯ ના રોજ હાલના મકાનમાં છાત્રાલય ફેરવવામાં આવેલ.

-ત્યારબાદ જરૂરીયાત મુજબ વધારાની સગવડો મકાન, ફર્નીચર, મેદાન વગેરે ઉભા કરવામાં આવ્યા.

-હાલમાં સંસ્થાના પ્રમુખશ્રી લીંબડી ઠાકોર સાહેબ શ્રી જયદીસિંહજી સાહેબ છે.

-સંસ્થાનું સંચાલન તથા વહીવટ ૧૨ સભ્યનો વહીવટી કમીટી દ્રારા કરવામાં આવે છે.

-અત્યાર સુધીમાં સંસ્થામાંથી ૫,૫૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી ગયા છે.

-સંસ્થા ૪ એકર જેવી વિશાળ લીંબડી શહેર મધ્યસ્થ નયનરમ્ય ભૌગોલિક અને ભૌતિક સ્થળમાં પથરાયેલી છે.

-ધોરણ ૬ થી ૧૨ સુધીના ૩૦૦ વિધાર્થીઓ માટે સેવાના જુદા જુદા વિશાળ ભવનો છે.

-દરેક હાઉસમાં રીડીંગ રૂમની, બેન્ચીસ, લાઈટ, પંખા સાથે અલગ વ્યવસ્થા છે.

-પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલની સુવિધા છે.

-દરેક વિધાર્થીને પલંગ, પાગરણ, કબાટ અને વાસણની સુવિધા સંસ્થામાં આપવામાં આવે છે.

-શિયાળામાં ગરમ પાણી માટે ગીઝર તેમજ ઉનાળામાં પીવાના ઠંડા પીણા માટે વોટર કુલરની સુવિધા છે.

-આખા બિલ્ડીંગની લાઈટનો લોડ ઉપાડે તેવુ૨૫ (પચ્ચીસ) કે.વી.નું સંસ્થાનું મોટુ જનરેટર છે.

-સંસ્થાના આખા સ્ટાફને રહેવા માટેની સગવડતા પૂર્ણ ૧૨ સ્ટાફ કવાટર્સ છે.

-રમત ગમત વિભાગના વિશાળ મેદાન સંસ્થાની સામે જ છે જેના પૂરતા સાધનો અને નિષ્ણાંત કોચીંગનો વિધાર્થીઓને લાભ મળે છે.

-સંસ્થાના ભૂતપૂર્વ વિધાર્થીઓ તેમજ મહેમાનશ્રીઓ માટે ” અતિથિ ગૃહ” ની વ્યવસ્થા છે.

-સંસ્થાના કેમ્પસમાં જ પોતાની ધોરણ ૬ થી ૧૨ સુધીની સ્વનિર્ભર ગુજરાતી માધ્યમની શાળાઓ છે.(પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક)

-ધોરણ ૧૧ અને ૧૨ કોમર્સ, સાયન્સ તથા અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. શાળામાં લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ, વિશાળ હવા ઉજાસ વાળા વર્ગખંડો છે. તથા કેળવાયેલા અને અનુભવી સ્ટાફ દ્રારા શિક્ષણ આપવામાં આવે છે.

-દરેક ધોરણમાં વધારાના કોચીંગ વર્ગની વ્યવસ્થા અનુભવી શિક્ષકો દ્રારા સંસ્થામાં જ કરવામાં આવે છે. વર્ષ દરમિયાન યોગાસન શિબીરનું આયોજન “લકુલીશ”યોગ વિધાલય દ્રારા કરવામાં આવે છે. સંસ્થામાં વિધાર્થીઓ ને માટે સ્પર્ધાત્મક પરીક્ષાના સેમિનાર યોજવામાં આવે છે.

-છાત્રાલયની રોજબરોજની કામગીરી અને જવાબદારી ઘણી સંભાળે છે જેવી કે હેડબોય, પોકેટમની ઈન્ચાર્જ, કોઠારી, પેટ્રોલ લીડર, પાગરણ ઈન્ચાર્જ ધોબી ઈન્ચાર્જ, ડે ઓફીસર, મેડીકલ ઓફીસર, સેનેટરી ઈન્ચાર્જ, લાયબ્રેરી ઈન્ચાર્જ, રૂમ લીડર, ઈલે. ઈન્ચાર્જ વગરેની ફરજની સોપણી જુનમાં શાળા ખુલતા કરવામાં આવે છે જે આખુ વર્ષ વિધાર્થી સંભાળે છે જેમાં સારી કામગીરી કરનારને વાર્ષિક સમારંભમાં ઈનામ આપી પ્રોત્સાહિત કરાય છે.

-બગીચામાં ફૂલ છોડને પાણી પાવુ, ગ્રાઉન્ડ સફાય, પીરસવાની કામગીરી, વિધાર્થીઓની ટુકડીઓ તેના લીડરના માર્ગદર્શન નીચે સંભાળે છે.

-સંસ્થામાંથી વર્ષ દરમિયાન નાના મોટા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.

-એક વિધાર્થીનું છાત્રાલયનું વાર્ષિક લવાજમ રૂા. ૨૬,૦૦૦/– છે.

-ભણવામાં હોશિયારને આર્થિક અને જરૂરીયાત વાળા વિધાર્થીઓને સંસ્થામાંથી સ્કોલરશીપ આપવામાં આવે છે.